આજકાલ વારંવાર અકસ્માત વિશે સાંભળવા મળી રહ્યું છે. અકસ્માત વખતે અકસ્માત વાળી જગ્યા પર જે લોકો નો અકસ્માત થયો હોય એના સગા સબંધી ને જાણ કરવા માટે અકસ્માતીના મોબાઈલ માં માતા – પિતા કે છેલ્લો ફોન જેને કરવામાં આવ્યો હોય એમનો સંપર્ક કરતા હોય છે, પરંતુ આજકાલ બધા ના ફોન માં પાસવર્ડ હોવાના કારણે એમને ફોન કરવામાં અસમર્થ રહે છે. આ સમસ્યાનો ઉકેલ કરવા વડોદરા ના અર્જુન શર્મા એ QR ટેકનોલોજીનો ઉપયોગ કરી WhoICard ઇમરજન્સી QR કીચેઇન બનાવ્યું.
અકસ્માત વખતે બહુ બધી વાર લોહી ચઢાવવાની અને ઓપરેશન કરવાની પણ જરૂર પડતી હોય છે એવા સમયે જો ડોક્ટરને અગાઉથી જ બ્લડ ગ્રુપ, બ્લડ પ્રેશર, કઈ કઈ દવા ચાલુ છે અને એનો હેલ્થ વીમા જેવી વિગતો વિશે ખબર હોય તો ઈલાજ કરવું સહેલું અને ઝડપી બની શકે છે, કારણ કે આ બધી માહિતી ની ઓપરેશન વખતે જરૂર પડતી હોય છે અને જો ના હોય તો બધી માહિતી ભેગી કરવા બધા રિપોર્ટ કરવા પડતા હોય છે. જેમાં બહુ જ સમય નીકળી જતો હોય છે. એવામાં જીવ જોખમ માં પણ મુકાઈ જાય છે. આ બધી માહિતી પુરી પાડવા અર્જુન શર્મા એ WhoICard ઇમરજન્સી QR કીચેઇન બનાવ્યું જેમાં અકસ્માતની જગ્યા પર જે નજીક માં હોય એ એમના મોબાઈલ થી QR કોડ સ્કેન કરીને બધી માહિતી મેળવી શકે છે અને સગાસબંધી ને પણ જાણ કરી શકે છે.
WhoICard ઇમરજન્સી QR કીચેઇન થી બધી માહિતી ને PDF માં પણ સાચવી શકાય અને ક્યારે પણ એમાં માહિતી નો ઘટાડો વધારો કરી શકાય એવું બનાવવામાં આવ્યું છે. ઇમરજન્સી QR કીચેઇન ને સાઇકલ, મોટરસાયકલ,એક્ટિવા, કાર અને ઘર ની ચાવી માં કીચેઇન તરીકે રાખી શકાય છે. મેટલ થી બનેલું હોવાથી વરસાદ માં પણ કોઈ નુકસાન થતું નથી.
માહિતી નો ખોટી જગ્યા પર ઉપયોગ તો ના થાય એના માટે અર્જુન શર્મા એ જણાવ્યું કે એમાં ફક્ત એ જ માહિતી ઉમેરવામાં આવે છે જે આપત્કાલીન વખતે જરૂર પડે છે નહીં કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેન્ક માહિતી કે કોઈ જાતના પાસવર્ડ જેનાથી કોઈને કોઈ પણ નુકસાન થાય.
ઇમરજન્સી QR કીચેઇન ની સાથે પાલતુ પ્રાણીઓ માટે પેટટેગ અને ઘરની ચાવી માટે કીટેગ પણ બનાવ્યા. store.whoicard.com વેબસાઈટ પરથી પોતાની જરૂરિયાત પ્રમાણે QR કીચેઇન ઓર્ડર કરી શકાશે અને જાતે એમાં બધા ફેરફાર પણ કરી શકાશે.
અર્જુન શર્મા : 8141165881